ઘર ઘરનો વ્યાપક રોગ તાવ, અને તેના આયુર્વેદની દ્રષ્ટિએ આ છે સચોટ ઇલાજ
મિથ્યા આહાર વિહાર ના કારણે વાયુ પિત્ત અને કફ દોષો જઠરાગ્નિ ને આમાશય માંથી બહાર ધકેલી દેતા હોવાથી તાવ આવે છે. આ કારણે તાવના તમામે તમામ રોગોમાં મંદાગ્નિ અને અજીર્ણના લક્ષણો જેમાં ભૂખ ન લાગવી, પાચન ન થવું, કબજિયાત રહેવી, સુસ્તી રહેવી વગેરે લક્ષણો વ્યક્ત થાય છે. આહારને પચાવનારો પાચક અગ્નિ પોતે જ સ્થળાંતર થઈ તેના મિત્ર એવા ભ્રજકા અગ્નિનો આશ્રિત બની ત્વચામાં આવીને રહેવાથી તાવ ચડે છે. આ
મિથ્યા આહાર વિહાર ના કારણે વાયુ પિત્ત અને કફ દોષો જઠરાગ્નિ ને આમાશય માંથી બહાર ધકેલી દેતા હોવાથી તાવ આવે છે. આ કારણે તાવના તમામે તમામ રોગોમાં મંદાગ્નિ અને અજીર્ણના લક્ષણો જેમાં ભૂખ ન લાગવી, પાચન ન થવું, કબજિયાત રહેવી, સુસ્તી રહેવી વગેરે લક્ષણો વ્યક્ત થાય છે. આહારને પચાવનારો પાચક અગ્નિ પોતે જ સ્થળાંતર થઈ તેના મિત્ર એવા ભ્રજકા અગ્નિનો આશ્રિત બની ત્વચામાં આવીને રહેવાથી તાવ ચડે છે. આ તાવને ઉતારવા માટે એક જ ઉપાય હોઈ શકે અને તે એ છે કે જે આમ અને વાતાદી દોષોએ જઠરાગની નું સ્થાન જૂઠવી લીધું છે તે પાછું અપાવવું.
જ્યારે આમને પચાવનારી ક્રિયાઓમાં લંઘન શ્રેષ્ઠ છે. તેનાથી વિપરીત ઠંડા સ્પંજ દવાઓ પરાણે પછીનો લાવવાની ક્રિયાઓ વગેરે કરીને તાવ ઉતારવાની ભૂલ કરવામાં આવે છે ત્યારે તે ક્ષણે તાવ ઉતરી ગયેલો લાગે છે પરંતુ સરવાળે સામાન્ય કારણો લઈને આવેલો સાદો તાવ પણ ટાઈફોઈડ ન્યુમોનિયા મેનેજાઇટિસ પ્લુરસી જેવા નામ ધારણ કર્યા વિના રહેતો નથી. અને તે પછી પણ આહારવિહાર અને ઔષધોનું ભૂલો ચાલુ રાખવામાં આવે તો વારંવાર ઊથલો મારતો આ રોગ કેટલાક વાર મૃત્યુનું કારણ અને અનેક રોગોનો વારસો આપનારું કારણ પણ બને છે. મંદાગ્નિ અજીર્ણ ગેસ કબજિયાત ઉદરસુલ અશક્તિ માનસ દોરબલ્ય ઉધરસ જેવા લક્ષણો તો દબાયેલા મોટાભાગના તાવમાં રહી જવા પામે છે. એટલું જ નહીં કેટલાક કેસમાં તો ક્ષય પાંડુ સંગ્રહની શ્વાસ રક્તપિત લકવા એપેન્ડાયસીટીસ હૃદય રોગ બ્લડકેન્સર આમવાત અને બાળ લકવા જેવા ભયંકર અને મહારોગોનો પણ વારસામાં મૂકી જાય છે.
તાવની સાચી સારવાર શું..
ત્યારે આયુર્વેદ ચર્યા પ્રવીણ સિંહ વધેલાએ જણાવ્યા મુજબ તાવ જેવા અઘરા રોગની સારવાર આયુર્વેદિક ખૂબ જ સરળ બનાવી છે આજે જે ટૂંકી અને સરળ અને ઘરગથ્થુ નિર્દોષ સારવારના અભાવે રોગોનો આંક અનેક ગણો વધી ગયો છે અને વધી રહ્યો છે. તાવ આવે કે તરત જ સમજ્યા વિના કુદરતી રીતે ઉતરવાની તક આપ્યા વિના આંધળી ડોટ મુકનારા સવારે તન મન અને સમયની રીતે વધુને વધુ હેરાન થયા વિના રહેતા નથી. તાવની બાબતમાં આયુર્વેદ જ નિસર્ગને વધુ અનુસરે છે જે કારણે તાવ આવ્યો તે કારણે દૂર કરવામાં આવે છે. આંધળા ઔષધવાદની એમાં પોકારી પોકારીને ના પાડવામાં આવી છે સામાન્ય જનતા માટે આયુર્વેદ છ સૂત્રો આ પ્રમાણે આપ્યા છે જેનું અનુસરણ કરવાથી સરવારે તાવમાં લાભ થયા વિના રહેશે નહીં..
1 તાવ આવે કે તરત જ ચાલુ પ્રવૃત્તિ બંધ કરી તદ્દન આરામ શરૂ કરવો.
2 પવન ના આવે એવા સ્થાનમાં બને તો પસીનો વરે એવા સ્થાનમાં પથારી રાખવી ઉપર પંખો ચલાવો નહીં એસી માં સૂવું નહીં શરીર ખુલ્લું ન રાખતા ઓઢી રાખવું.
3 પાણી અડધું બાળેલુ હોય તેવું સવારે ઉકાળેલું સાંજ સુધી અને સાંજે ઉકાળેલું સવાર સુધી ચલાવવું. પાણી પણ શક્ય તેટલું થોડું પીવુ.
4 ચા કોફી ઉકાળો, પીણા મોસંબી, ગ્લુકોઝ, મધનું પાણી, શક્તિ ની દવા, ફળો ફળોના રસ દાળ ભાત મગ જેવું કશું ન લેતા કેવળ થોડા પાણી ઉપર જ નકોરડા ઉપવાસ કરી નાખવાથી ઘણી લાંબી ઝંઝટોમાંથી બચી જવાશે.
5 સ્નાન ન કરવું પરિશ્રમ ન કરવો સંયમ પાળવો.
6 નવો તાવ માં આયુર્વેદ દવા આપવાની ચોખ્ખી ના કહે છે. કારણ કે દવા પચાવવા જતા પણ તાવ વધી શકે એટલો જઠરાંગની મંદ હોય છે છતાં ચાર પાંચ દિવસ બાદ નીચેના ઔષધો આપી શકાય.
- કરીયાતું તાવનું સર્વશ્રેષ્ઠ ઔષધ હોવાથી તેનો ઉકાળો આપો કર્યાતાદીક ક્વાથ તૈયાર મળે છે.
- સારી ફાર્મસી માંથી ત્રિભુવન કીર્તિ રસ નામની ગોરી લાવી સવાર સાંજ એક એક મધ સાથે અથવા તુલસી કે આદુના રસ સાથે આપવી.
- બૃહદ કાસ્તુરી ભૈરવ રસ કે જય મંગલ રસ એક એક ટીકડી મધ કે આદુના રસ સાથે આપવી.
- સુદર્શન ચૂર્ણ તાજુ લાવી આપવું અથવા તેની ગોળી કે ઉકાળો આપો.
- સૈદ્ધાંતિક રીતે કોઈપણ કડવું ઔષધ તાવમાં ફાયદો કરે છે જેમ કે લીમડો ગળો અતિવિષ ની કરી મામેજવો ઈન્દ્રયવું વિગેરે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement